ચીમનભાઈ ખોડીદાસ અમીન
Jump to navigation
Jump to search
અમીન ચીમનભાઈ ખોડીદાસ, ‘અદીચિ', ‘અનુરાગી', ‘ચિન્મય પટેલ’, ‘સત્યદેવ’ (૧૯-૯-૧૯૩૭): કવિ, નવલકથાકાર. જન્મ કડી તાલુકાના વામજમાં. એમ.એ., એમ.એડ્. ‘સ્વર્ગભૂમિ’ના તંત્રી. લેખનનો વ્યવસાય. ‘સ્વપ્નની છાયા' (૧૯૭૫), ‘સત્યદેવ ભજનાવલિ' ૧-૨ (૧૯૮૨), ‘સત્યદેવ દોહાવલી' (૧૯૮૨) એમના કાવ્યગ્રંથો છે. ‘મગરનાં આંસુ' (૧૯૭૮) અને ‘કુલઘાતક' (૧૯૮૦) એમની નવલકથાઓ છે. ‘મૃત્યુંજય' (૧૯૭૮), ‘કળિયુગની પિંગલા' (૧૯૮૩) એમના વાર્તાસંગ્રહો છે. ‘સંઘર્ષ' (૧૯૮૨) એમનું નાટક છે. ઉપરાંત ‘આપણાં લગ્નગીતો' (૧૯૭૬), ‘વેરાતાં ફૂલ’ (૧૯૭૯) વગેરે એમનાં સંપાદનો છે.