તારાપણાના શહેરમાં/ઓરડો ભરાય છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઓરડો ભરાય છે

દિન પસાર થાય છે
જિંદગી જિવાય છે

આપણે તો કૈં નહીં
વાત સંભળાય છે

બસ હું એકલો જ છું
ઓરડો ભરાય છે

હાલ પૂછશો નહીં
દર્દ નાસી જાય છે

કોણ સાંભળી શકે
એની વાત થાય છે

નીકળી પડો ‘ફના’
ખૂબ મોડું થાય છે