વાતો કરો
સારની, અણસારની વાતો કરો
આજ અપરંપારની વાતો કરો
ઘરની વાતો પર તો તાળું બંધ છે
ભીંતના વિસ્તારની વાતો કરો
મૌન આભૂષણ છે શબ્દોનું, કબૂલ!
મૌનના શણગારની વાતો કરો
આપણું હોવાપણું તો સ્પષ્ટ છે
આપણા આધારની વાતો કરો
આજ આંસુઓ ન લાવો આંખમાં
આજ દરિયાપારની વાતો કરો