દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૧. શ્રાવણ માસનો દેખાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧. શ્રાવણ માસનો દેખાવ

સવૈયો


મેઘતણી ઘનઘોર ઘટા શિર શુદ્ધ જટાજુટ જેમ ઠરે છે,
ઇંદ્રધનુષ્ય ઉદ્યોત અમૂલ્ય ત્રિપુંડ્‌ક તુલ્ય ટકાવે કરે છે;
ગંગ સહસ્ત્રમુખીસમ શોભિત સર્વ દિશા જલ ઝર્ણ ઝરે છે,
આ ગિરનાર ગિરિ ગુણનો નિધિ શ્રાવણમાં શિવરૂપ ધરે છે.

શોભિત શૈલતણા શુભ ભાગ બધા નભમાંહિ ઊંચે પ્રસર્યા છે,
જાણિયે જીત તથા જરના છબિલા શુભ છોડ ઊંચા ઉછર્યા છે;
કે મુચકંદ અશોકને નોઘણ આદિક કીર્તિના થંભ કર્યા છે,
કે ગુણગાન મહોબતખાન નવાબતણા ધ્વજદંડ ધર્યા છે.