દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬. હાથીના રથ વિષે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૬. હાથીના રથ વિષે

મનહર છંદ


બળવંત બળદ બબ્બેના રથ મેં જોયા છે,
જોયો છે મેં સરસ બેચાર ઘોડા સાથીનો;
જગન્નાથજીનો રથ મોટામાં મોટો જોયો છે,
જોયો છે ભભકાદાર રથ ભૂપ ભાથીનો;
શ્રાવકોના દેવનો મેં જોયો છે સરસ રથ,
જાણે કે મઢેલો છે રૂપેરી જગન્નાથીનો;
ઘણી સરસાઈનો નવાઈનો સફાઈદાર,
જનમ ધરીને આજ જોયો રથ હાથીનો.