દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૫. ભીંડો ભાદરવા તણો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૫. ભીંડો ભાદરવા તણો

કુંડળિયો


ભીંડો ભાદરવા તણો, વડને કહે સૂણ વીર,
સમાઉ નહિ હું સર્વથા, તું જા સરવર તીર;
તું જા સરવર તીર, સૂણી વડ ઉચર્યો વાણી;
દાખે દલપતરામ, વિત્યો અવસર વર્ષાનો,
ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.