દલપત પઢિયારની કવિતા/ચાલુ ચોમાસે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાલુ ચોમાસે

ચાલુ ચોમાસે
નવેરામાં
નવા આંબા ઊગ્યા હશે....
આ લ્યો!
ઊગેલા ગોટલાને ઘસી–ઘસી
પિપૂડી વગાડવાની ઉંમર તો
આખરે
થડિયું થઈને રહી ગઈ!
અમને ફૂટવાનો અનુભવ
ક્યારે થશે?