દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/સૂચિકર્તાનો પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સૂચિકર્તાનો પરિચય
Kishan Patel.jpg


કિશન પટેલ, સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કોલેજમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે બી.એ. કર્યું છે. ત્યારબાદ તેમણે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગરથી ગુજરાતી વિષયમાં એમ.એ. પૂર્ણ કર્યું. હાલમાં તેઓ એન. એસ. પટેલ આર્ટ્સ (ઓટોનોમસ) કોલેજ, આણંદમાં સહાયક અધ્યાપક તરીકે સેવારત છે. તેમના કાવ્યો અને કાવ્યાનુવાદો વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયા છે. આ ઉપરાંત મણિલાલ હ. પટેલ સંપાદિત ‘દસમો દાયકો’ તથા જ્યોતિષ જાની સંપાદિત ‘સંજ્ઞા’ સામયિકની વર્ગીકૃત સૂચિ તેમણે તૈયાર કરી છે, જે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થઈ છે. વિવિધ સામયિકોમાં તેમના ગ્રંથસમીક્ષા સંબંધિત લેખો પણ સતત પ્રકાશિત થતા રહે છે. કવિતા, ટૂંકી વાર્તા, અનુવાદ અને સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો તેમનાં મુખ્ય રસક્ષેત્રો છે; ઉપરાંત અન્ય કળાઓમાં ચિત્રકળા પ્રત્યે પણ તેમનો વિશેષ રસ છે.