દિવ્યચક્ષુ/લેખક-પરિચય
Jump to navigation
Jump to search
પરિચય
સર્જક રમણલાલ વ. દેસાઈ
રમણલાલ વસંતલાલ દેસાઈ (1892-1954) : એમની નવલકથાઓમાં ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તિઓનું ભાવનાશીલ નિરૂપણ કરવાથી ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ પામેલા — એમની બૃહદ્ નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ (ભાગ 1થી 4)માં સ્વાતંત્ર્ય-આંદોલનનો એ સમય બરાબર ઝિલાયેલો.
ર. વ. દેસાઈએ અનેક સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ લખી. ઉપરાંત વાર્તાસંગ્રહો આપ્યા, કાવ્યો અને નાટકો લખ્યાં, આત્મકથા અને પ્રવાસકથાઓ લખી, વિવેચન-ચિંતનનાં પુસ્તકો લખ્યાં. વળી, ‘અપ્સરા’ નામે, પાંચ ખંડોમાં, ગણિકાઓના જીવનનો વિસ્તૃત અભ્યાસગ્રંથ આપ્યો.
પણ એ ખૂબ લોકપ્રિય થયા તે રાષ્ટ્રીય ભાવનાવાદ સાથે જ આદર્શવાદી નાજુક પ્રેમસંબંધોને આલેખતી રુચિર નવલકથાઓને લીધે. એમનો મુખ્ય યશ નવલકથાકાર તરીકેનો.
ર.વ.દેસાઈ વ્યવસાયે વરિષ્ઠ સરકારી અધિકારી હતા.