ધ્વનિ/આજે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


આજે

આજે સોહે જલધર મઢ્યા વ્યોમનો, ડુંગરાળ
સીમાંઓને ભરતી વનરાઈ તણો નીલ વર્ણ :
રેલ્યો ગાને દિગ સકલમાં નીલકંઠે મલાર,
દોલે જેની સહ અનિલની લ્હેરખી, પર્ણપર્ણ,
આવે ભૂમિ થકી મદિર ભીની સુગંધી, અભાન
થાતું હૈયું, ગતિક સ્મરણે જાગતું મર્મ મર્મ.

લાધ્યો’તો રે સઘન જલથી જિંદગીને અષાઢ,
નીલું ધારી વસન અભિસારે યદા તું મળેલ :
ને ઉલ્લાસે નયન ઝળક્યાં પ્રીતિને દિવ્ય રાગ,
જેણે આદર્શની ક્ષિતિજને ઈન્દ્રચાપે રસેલ :
અંગે પ્રાણે અનુભવી નવી શક્તિને, સિદ્ધિ કાજ
સાથે સાથે ડયન કરતાં द्वा सुपर्णा બનેલ.

આજે તું ના, તવ રતિ રહી; પાંખહીણો અપંગ
શ્રદ્ધા સાથે ડગલું ભરતો ઝંખનાને અનંત.
૧૫-૭-૪૫