નયન હ. દેસાઈની કાવ્યસંપદા/છોડીને હાથ ક્યાં ગયા...
Jump to navigation
Jump to search
છોડીને હાથ ક્યાં ગયા
છોડીને હાથ ક્યાં ગયા ચહેરા કપાયેલા
તરછોડી બાથ ક્યાં ગયા ચહેરા કપાયેલા
વસ્તીમાં આયનાની ઘણો શોર થૈ ગયો
દુનિયાના નાથ ક્યાં ગયા ચહેરા કપાયેલા
ટળવળતા, હાંફતાં કદી અશ્રુ વહાવતા
જગના અનાથ ક્યાં ગયા ચહેરા કપાયેલા
ખંડિત્ સૂરજને પામવાની ઝંખના હજી
પામ્યા ન સાથ ક્યાં ગયા ચહેરા કપાયેલા