સુરેશ જોષી
હું એકાકી ચઢું છું નદીકાંઠેના મિનારા પર; હૈયામાં વેદના. ચન્દ્ર ચળકે છે જળના જેવો; ને જળ છે આકાશના જેવું. મારી સાથે અહીં ચન્દ્રને જોવા આવી હતી તે ક્યાં છે આજે? ને છતાં અહીં બધું છે જેમનું તેમ ગયે વર્ષે હતું તેમ.