પૂર્વાલાપ/૨૬. મત્ત મયૂર
Jump to navigation
Jump to search
૨૬. મત્ત મયૂર
નાચે રસભીનો અલબેલો આવી રંગમાં રે!
શ્યામાં સંગમાં રે!
વીજળી વ્યોમ છટાથી તરે છે,
ઘોર ઘટા ઘન શોર કરે છે;
જોબન જોર ભરે છે એના અંગમાં રે!
હર્ષ પ્રિયા નીરખી પિયુ પામે,
લોચન લોચન માંહી વિરામે;
પ્રેમ પરસ્પર જામે પૂર્ણ પ્રસંગમાં રે!
રાગ પ્રસન્ન, મનોહર, ઘેરો,
હારક નાજુક ઢેલડી કેરો;
કરતો વિવશ નમેરો છેક અનંગમાં રે!
હૃષ્ટ ઊડે ચરણો પ્રિય પાસે,
મોહ કરે મધુરું મુખ હાસે;
ધસતો ભાસે વીર કુશલ રતિજંગમાં રે!
પિચ્છ પ્રદેશ જલે છવરાયો,
ગર્જનનું કરી પાન ધરાયો;
ચાલી હવે પ્રિય પાસ ભરાયો સંગમાં રે!
નોંધ:
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.