નહિ કંઈ ચેન પડે ક્યાંય રે, સજની ઓ! ઘડી ઘડી પલ સ્મૃતિ ગભરાવે, આંખ ન મિચાય નહીં જાય રે રજનીઓ! ચિંતનથી પણ ઠારવા, કશો મળે ન ઉપાય, સમજી ન હતી આવડી, વિરહાનલની લાય! બહુ બહુ યત્ન કરું, દિલને દિલાસા ધરું, તદપિ ન શાંતિ મળે ક્યાંય રે, સજની ઓ!