પૂર્વાલાપ/૯૪. સ્વર્ગસ્થ દેવીને પ્રાર્થના
Jump to navigation
Jump to search
આવો, આવો, આવો, આવો, દેવી!
આવો આવો, આજ!
માગું આવો, આવો, આવો, દેવી!
આવો, આવો, આજ!
રજની ખીલે છે નવી નિર્મલ ધવલ પ્રકાશ,
સાગર ગાય સુહામણું હૃદયે પ્રકટે આશ :
સ્વામીનાં દયાળું દેવી! કરશો ના નિરાશ,
માગું કરશો ના નિરાશ.
દેવી! આવો, આવો, આવો, આવો,
આવો, આવો, આજ!
નોંધ: