પૂર્વાલાપ/૯૯. કાંતાનો ઉલ્લાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૯. કાંતાનો ઉલ્લાસ


[રાગ બિહાગ : તાલ ત્રિતાલ]

આજ ઉલ્લાસ ઉલ્લાસ અંતરમાં થાય!
સ્ફુરે ઊંડાણોમાં હાસ,
સ્વર્ગ સરીખાં ભાસ;
દિવ્ય દશાનો રાસ
રાગિણીઓ ગાય!

નિહાળીને સલૂણી છબી,
પ્રીતિ વર્ષે, ને આકર્ષે, હૈયું હર્ષે ન્હાય!