ભરત વિંઝુડાની ગઝલસંપદા/મન એમનું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૨
મન એમનું

છે મુલાયમ ને માસુમ વદન એમનું
હોય, એવું જ ઇચ્છું કે મન એમનું

આજ સામેથી આવ્યું ઇજન એમનું
જેમ આવ્યા કરે છે સપન એમનું

થાય છે એક ઘરમાં મિલન એમનું
સાવ છત જેવડું છે ગગન એમનું

ઘાસ પહેરીને ઊભી રહી ટેકરી
સાવ ઢાંકી દઈને બદન એમનું

માછલી ના તરે સાત સાગર સુધી
સૌની માફક છે નક્કી વતન એમનું

મારા ખિસ્સામાં છે એના કરતાં વધુ
અંગ ઉપર સુશોભિત છે ધન એમનું

(મેં કહી કાનમાં જે વાત તને)