મંગલમ્/નીલ ગગનના તારા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચાલ્યા પૈદલ વિનોબા

નીલ ગગનના તારા
હો અમે નીલ ગગનના તારા
કાલાઘેલા, નાના નાના
સહુને મન વસનારા…હો અમે૦

ઊંચે ઊંચે આભલામાં સંપી જંપી રહીએ
અલક મલકની કોઈ દિ’ કેવી
વાતો રૂડી કરીએ,
અમે પલક પલક પલકીને કરીએ
પલક પલક પલકારા…હો અમે૦

ધરતી કેરાં બાલુડાંનાં હૈયે અમે તો વસીએ
ઝબકી ઝબકી મીઠું મલકી
અમે તો વહાલાં હસીએ,
અમે ટીમ ટીમ ટીમક ટીમ ટીમ ટીમક
ટીમ ટીમ ટીમક કરનારા…હો અમે૦