મંગલમ્/ભારત માતનાં
Jump to navigation
Jump to search
ભારત માતનાં
અરિ હો… ભારત માતનાં સાચાં સંતાન અમે…(૩)
વહેલી સવારે અમે જાગી જ ઊઠતાં
શોર-બકોર કરી શેરી ગજવતાં
ભમતા બનીને અમે ખૂબ મસ્તાન
ખૂબ મસ્તાન અમે… (૩) અરિ હો…
બાળક અમે સૌ કાલાં ને ઘેલાં
બા ને બાપુજીને હૈયે વસેલાં
દેવે દીધેલ અમે માનવનાં દાન
માનવનાં દાન અમે… (૩) અરિ હો…
હિંદુ-મુસલમાન પારસી ને ખ્રિસ્તી
જુદાપણાંની હો છાયા ન દીસતી
આઝાદ હિંદનાં એ આશા-નિશાન
આશા-નિશાન અમે… (૩) અરિ હો…
મોટાં થાશું ને અમે ઘેર ઘેર ઘૂમશું
સાચા જીવનની સૌરભ રેલવશું
કરશું ભારત બાળ સૌએ સમાન
સૌએ સમાન અમે… (૩) અરિ હો…