મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૫)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૫)

મીરાં

જૂનું તો થયું રે દેવળ
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત માંયલી રેખું તો રહ્યું.
તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ પાંજર પડી તો રહ્યું.
બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં.