મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૦)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૨૦)

મીરાં

માછીડા રે હોડી હલકાર
માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું,
આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના, બીચમેં ખડો રે નંદલાલ.          મન
સોના રે દઉંગી ને રૂપા રે દઉંગી, દઉંગી મોતનકી માળ.          મન
તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ.          મન
તારી રે હોડીએ ભાર ઘણો ર, ઉતારો પેલે પાર.          મન
મન કરું મછવા ને તન કરું તછુવા, જીવ મૂકું રખેવાળ.          મન
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, ઉતારો ભવ પાર.          મન