મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/સ્તુતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્તુતિ

વિષ્ણુદાસ

પ્રથમે પ્રણમું ગિરજાનું બાલ જી,
શંભુજીનો સુત છે સુંઢાલ જી;
એકદંતો દુંદ વિશાલ જી,
માઆ કરો મુજને દેવદઆલ જી.          [૧]
ચાલ
માઆ મુજને કીજીએ, જશ દીજીએ માહા પ્રૌઢ;
હું મુજ મતિ તુજને સ્તવું, મત માહારી છે મૂઢ.          [૨]