મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૧.ડુંગરપુરી
ડુંગરપુરી(૧૯મી પૂર્વાર્ધ)
આ સાધુ કવિએ આધ્યાત્મિક અનુભવોને રૂપકાત્મક યૌગિક પરિભાષામાં આલેખ્યા છે.
૧ પદ
દલ-દરિયામેં ડૂબકી
દલ-દરિયા મેં ડૂબકી દેતા,
મોતી રે લેણા ગોતી એ જી,
ખારા સમદર મેં છીપ બસતા હે,
ભાત ભાતરાં ગોતી એ જી,
એ મોતી કોઈ મરજીવા માણે
નહીં પુસ્તક નહીં પોથી રે. –દલ
મુખા કમળ પર મરઘા કમળ હે,
તા પર ગંગા હોતી એ જી,
તન કર સાબુ, મન કર પાણી,
ધોઈ લેણા હરદારી ધોતી રે .–દલ
રણુંકાર મેં ઝણુંકાર હે,
ઝણુંકાર મેં જ્યોતિ એ જી,
એ જ્યોતિ અભેપદ હોતી,
વહાં હે એક મોતી રે. –દલ
નવ દુવારા, દસમી ખડકી,
ખડકી મેં એક ખડકી એ જી,
એ ખડકી કોઈ સતગુરુ ખોલે
કૂંચી ઉનરા ઘરકી રે. –દલ
ડાબી ઈગલા, જમણી પીંગલા.
નુરત સુરત કર જોતી.
દેવ ડુંગરપુરી બોલિયા,
હું હરખે હાર પરોતી–
દલ-દરિયામેં ડૂબકી દેણ,
મોતી રે લેણા ગોતી. –દલ