મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૨૦.કતીબશા પીર
Jump to navigation
Jump to search
૧૨૦.કતીબશા પીર
કતીબશા પીર
રામદેવ પીરના ભક્તમંડળના એક કવિ.
૧ પદ
આ પંથ કોણે રે બતાવ્યો રે
આ પંથ કોણ રે બતાવ્યો, રાહોળ માલા!,
જાગો મારા જૂના જૂના જોગી રે હો... હો... જી...
હોઈ જા રે સાધુ રે, બની જા વેરાગી રે, સુધર જાયે કાયા રે હો... જી...
કિયા કિયા જુગમાં તારા મંડપ રોપાણા
માલદે! કિયા રે જુગમાં તારા નેડા?
તારા કિયા રે જુગમાં, લગન તો લખાણા, રાહોળ માલા!
–હોઈ જા રે સાધુ રે, બની જા વેરાગી રે
ઘર કેરી નારી તને ખારી લાગે, તને પરનારીનો સંગ મીઠો મીઠો લાગે
કહે રે કતીબશા, સુણો રે રાહોળ માલા!
રાણી રૂપાદેનું કહ્યું હવે માનો રાહોળ માલા!
–હોઈ જા રે સાધુ રે, બની જા વેરાગી રે.