મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૧.નબીમિયાં
Jump to navigation
Jump to search
૬૧.નબીમિયાં
નબી મિયાં (૧૮મી સદી)
પીર કાયમુદ્દીનની પરંપરાના આ કવિએ વેદાન્તી તત્ત્વોને સરળ દૃષ્ટાંતોમાં ગૂંથતી કવિતા લખી છે.
૧ પદ
તુમારી દરગાહમેં ફરિયાદ અમારી, મારી ભીડ ભાંગો મોરારી રે.
હું તો તમારે ચરણે આવ્યો, સુણો હઠીલા મારા શ્યામ;
અવગુણ અમારા તમે નવ જુઓ, નિશદિનના વિશ્રામ. તુમારી૦
હું તમોને શું કહું વહાલા, તમો પર મારો પ્રાણ;
તમો પર હું વાજું ને ગાજું, એટલી ન કરો મુજ પર તાણ. તુમારી૦
દાસ નબીને ગુરુ અભરામ મળીયા, શાહ કાયમદીન ચિશ્તી પીર;
મુજ રંકની ભીડ ભાગો, આવો અમારે મંદિર. તુમારી૦