મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


છપ્પા ૧

અખાજી

પરમધામ પ્રભુ હરિ, હું પ્રથમ કરું પ્રણામ,
(તમો) પરમજ્યોત પરબ્રહ્મ સદ્ય, (જાંહાં) મળે ન રૂપ ને નામ;
(તાંહાં) અણછતો થઈ હું પરણમું, વરણવું વાક્યવિલાસ.
મન-વાણી પોહોંચે નહીં, ત્યાંહાં શું કહી સ્તવે દાસ?
નિર્ગુણમાં ગુણ અણછતા આરોપી અખે ઉચ્ચર્યું;
‘સત્ય સત્ય પરમાત્મા, હું નહિ નહિ’ એહવી સ્તુતિ કરું