મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ માયા અંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માયા અંગ

અખાજી

માયાના ગુણ કર્મ રૂપ નામ, માયાના ગુણ શ્વેત ને શ્યામ.
માયાને મારા પારકા, દેવદાનવ બેઉ માયા થકા.
માયાના ગુણ જ્યાં નવ છબે, તેહ અખાને આવ્યું લબે.          ૫૭

મહા-ઠગણી માયા પાપણી, જ્યમ સેવંતાં ડસે સાપણી.
સિધ્યને કાજે યોગીજંન, થાવા અજરામર કરે જતંન.
તેને મંત્ર અઘોર ખવરાવે નર્ક, પણઅખા ન દેખાડે આતમઅર્ક.          ૬૨