મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિચાર અંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિચાર અંગ

અખાજી

દીઠાને વળગે સહુ ભૂર, વણદીઠું વેધે તે શૂર.
દૃષ્ટિપદારથ જૂઠો થશે, વૈકુંઠ આદ્યે સર્વે જશે.
ધ્યાન ધર્યે દીસે જંજાળ, અખા નોહે એ હરિની ભાળ.          ૪૦૯

વર્ણાશ્રમે શું વળગે અંધ? જાણ એ માયાના બંધ.
લહેરે વળગ્યો કો નવ તર્યો, નિજબળ આવ્યું તે ઊગર્યો.
હાડચર્મ કાં દેખે, ભૂર? આખા બ્રહ્મ રહ્યો ભરપૂર.          ૪૧૪