મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વૈરાગ્ય 1અંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૈરાગ્ય અંગ

અખાજી

સમજણમાં નથી રાગવિરાગ, જ્યમ વાયુ હીંડે વિના પર-પાગ.
લોક ચૌદ લગી વાપરે, ત્યમ સમજણથી અર્થ સઘળો સરે.
અખા રામ નથી ઘેર કે વને, જ્યાં મળે ત્યાં પોતા કને.          ૬૧૫