મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દેવાનંદ પદ ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૨

દેવાનંદ

તારે માથે નગારાં વાગે મોતનાં
તારે માથે નગારાં વાગે મોતનાં રે, નથી એક ઘડીનો નિર્ધાર
તોય જણ્યા નહિ જગદીશને રે
મોટા મેલીને રાજ મરી ગયા, જોને જાતાં ન લાગી વાર.          તોય

તારું જોબન ગયું જખ મારતું રે, માથે કાળા મટી ગયા કેશ.          તોય

અંતકાળે લેવાનેજમ આવિયા રે, તેનો ભાળી ભયંકર વેશ.          તોય

રોમ કોટિ વીછુતણી વેદના રે, દુ:ખ પામ્યો તું દૈવના ચોર.          તોય

સગાં સ્વાર્થી મળ્યાં સરવે લૂંટવા રે, તેનું જરાયે ન ચાલે જોર.          તોય


જીભ ટૂંકી પડી ને તૂટી નાડીઓ રે, થયું દેહ તજ્યાનું તત્કાળ, તોય

દેવાનંદ કહે નવ જાણ્યા મારા નાથને રે, મળ્યો મનુષ્યનો દેહ વિશાળ          તોય