મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મૂળદાસ પદ ૧
Jump to navigation
Jump to search
પદ ૧
મૂળદાસ
અનુભવીને એકલું આનંદમાં રહેવું રે
અનુભવીને એકલું આનંદમાં રહેવું રે;
ભજવા શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ના કહેવું રે, અનુભવીને
વેદ જોયા કિતાબ જોઈ, સરવ જોઈને જોયું રે;
પણ પ્રભુના નામ વિના, સર્વે ખોયું રે. અનુભવીને
અવર કોઈના આતમાને, દુ:ખ ના દેવું રે;
સુખ-દુ:ખ જ્યારે આવી પડે, ત્યારે સહીને સહેવું રે. અનુભવીને
જાપ અજપા જાપ જપે, ત્રણ લોકમાં તેવું રે;
મૂળદાસ કહે મોહ મદ મૂકી, મહાપદમાં રહેવું રે. અનુભવીને