મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧૩

પ્રેમાનંદ

છંદ ભુજંગની ચાલ
મહારાજ લંકા તણો એમ ભાખે:
‘નથી મર્ણ થાતું લખ્યા લેખ પાખે.
તાહારે મંન હું, સુંદરી! નાથ ગહેલો:
કીધો જ્ઞાન-વિચાર મેં સર્વ પહેલો.          ૧

પરિબ્રહ્મ શ્રીરામ આનંદકારી,
મુને મારવા માનુષી દેહ ધારી;
જાણી-જોઈને જાનકી-હર્ણ કીધું,
ઘેલી નાર! મેં માગીને મર્ણ લીધું.          ૨

એને પામવા સંત કો જોગ સાધે,
ખટ દર્શનો માંહી ખોળ્યો ન લાધે.
તપ-તીર્થ-વ્રત-જાપ ને જાગ-દાને
ન મળે સ્વપ્નમાંહી
-ધ્યાને.          ૩

ન પમાય એનો પાર દાનવ-દેવે,
એને પામવા શિવ સમશાન સેવે.
ધર્યું માનવી રૂપ તે મુજ માટે,
આવી ઊતર્યા રામ સમુદ્ર-ઘાટે.           ૪

ધન્ય તાત મારો, ધન્ય માત મારી,
મુજ કારણે અવતર્યા શ્રીમુરારિ.
ઘણું ખાધું-પીધું, ઘણા ભોગ કીધા,
ઘણા રાવરાણા જીતી દંડ લીધા.          ૫

તુંને, નાર મંદોદરી! વાત પૂછું:
મારા ભોગવિલાસમાં શું છે ઓછું?

હાવે રાજ્યના સુખથી મંન ભાંગ્યું,
રઘુનાથને હાથ હું મર્ણ માગું.          ૬