યોગેશ જોષીની કવિતા/જેસલમેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જેસલમેર

સાવ
કોરા કાગળ જેવું
શ્રાવણનું
આકાશ જોઈને થાય છે
કે લાવ,
એની હોડી બનાવીને
રણમાં તરતી મૂકું –
કોઈ ઊંટની પીઠ પર મૂકીને!