યોગેશ જોષીની કવિતા/પ્રતીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રતીક્ષા


અહીં
આમ જ ઊભા રહી
દિવસ-રાત
રાત-દિવસ
તારી રાહ જોતાં
જોતાં
જોતાં

છેવટે હું
બની ગયો
થાંભલો.

કોણ આવીને મૂકશે
થાંભલાની ટોચે ટમટમતો
એકાદ લૅમ્પ?!