રમણીક સોમેશ્વરની કવિતા/શિયાળુ મધરાતે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૨. શિયાળુ મધરાતે

સસલાની રુંવાટી ઓઢી
આળોટે છે ચાંદો
શિયાળુ મધરાતે

કોમળ-તીણા નહોર ભેરવી
પજવે સસલું

અને ગેલમાં
વીખરાતો-અટવાતો ચાંદો
સસલાની રુંવાટી
અહીંતહીં વેરે

કરી ડોકિયું
છેક ક્ષિતિજે
આછું-ઘેરું અજવાળું મલકાય

ચાંદો
સસલાની રુંવાટી વચ્ચે
સસલું થઈને ધબકે
રાતે
શિયાળાની રાતે
ચાંદો
શીત-ઉષ્ણ