રવીન્દ્રપર્વ/૧૩૫. ગ્રામછાડા ઓઇ રાંગા માટિર
Jump to navigation
Jump to search
૧૩૫. ગ્રામછાડા ઓઇ રાંગા માટિર
ગામને છોડીને જનારો આ રાતી માટીનો રસ્તો મારા મનને ભુલાવી દે છે. કોના ભણી મન હાથ પ્રસારીને ધૂળમાં આળોટી પડે છે? એ તો મને ઘરની બહાર કાઢે છે, એ ડગલે ડગલે મારા પગને પકડે છે. એ મને ખેંચીને લઈ જાય છે, કોણ જાણે મને એ કયા ચૂલામાં લઈ જાય છે! કયા વાંક આગળ એ મને શું ધન દેખાડશે, કઈ જગ્યાએ એ મને આફતમાં નાખી દેશે — ક્યાં જવાથી છેડો આવશે તે વિચારું છું તોય કશી ગમ પડતી નથી. (ગીત-પંચશતી)