રવીન્દ્રપર્વ/૧૫. તમે ત્યારે આવો નાથ
Jump to navigation
Jump to search
૧૫. તમે ત્યારે આવો નાથ
તમે ત્યારે આવો નાથ, બેસો શુભ ક્ષણે
દેહે મને ગૂંથ્યા મારા મહાસિંહાસને.
મારી આ બે આંખાઢ્ઢ કેરા વ્યાપ્યા નીલામ્બરે
કશું શૂન્ય રાખશો ના અન્ય કોઈ કાજે,
મારા આ સાગરે શૈલે કાન્તારે કાનને,
મારા આ હૃદયે દેહે, સજને નિર્જને.
જ્યોત્સ્નાસુપ્ત નિશીથના નિસ્તબ્ધ પ્રહરે
આનન્દે વિષાદે ગૂંથ્યા છાયાલોક પરે
બેસો તમે મધ્યસ્થાને. શાન્તિરસ રેડો
મારાદ્વ આ અશ્રુનાં જળે, શ્રીહસ્ત પ્રસારો
સકલ સ્મૃતિની પરે, પ્રેયસીના પ્રેમે
મધુર મંગલ રૂપે તમે આવો પાસે.
સકલ સંસારબન્ધે બન્ધનવિહીન
તમારી મહાન મુક્તિ રહો રાત્રિદિન.
(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ, ૨૦૦૪