રવીન્દ્રપર્વ/૧૮. દુદિર્ન ઘેરાઈ આવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૮. દુદિર્ન ઘેરાઈ આવ્યો

દુદિર્ન ઘેરાઈ આવ્યો ઘન અન્ધકારે,
હે પ્રાણેશ, દિગ્વિદિક્ વૃષ્ટિવારિધારે
ડૂબી જાય, કુટિલ કટાક્ષે હસી જાય
નિષ્ઠુર વિદ્યુતડશિખા, — ઉન્મત્ત પવન
કરી મૂકે ચંચલ આ સમસ્ત કાનન.

બોલાવ તું આજે અભિસારે, હે મોહન,
હે જીવનસ્વામી, અશ્રુસિક્ત વિશ્વમહીં
કશાં દુ:ખે, કશા ભયે, કશા વૃથા કાજે
રહીશ ના રુદ્ધ થઈ, આ દીપક મમ
પિચ્છિલ તિમિરપથે જોજે વારંવાર
બુઝાઈ ના જાય — ને આર્દ્ર આ સમીરણે
તારું જ આહ્વાન બાજે, દુ:ખના વેષ્ટને,
દુદિર્ન રચ્યો છે આજે નિબિડ નિર્જન,
થશે આજે તુજ સાથે એકાન્ત મિલન.
(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪