રવીન્દ્રપર્વ/૮૭. ઓદેર બાંધન યતઇ શક્ત હબે
Jump to navigation
Jump to search
૮૭. ઓદેર બાંધન યતઇ શક્ત હબે
એમનું બન્ધન જેટલું સખત થશે તેટલું (વહેલું) તૂટશે; આપણું બન્ધન તેટલું (વહેલું) તૂટશે. એમની આંખો જેટલી રાતી થશે તેટલી આપણી આંખો ખૂલશે. આજે તો તારે કામ કરવું જોઈએ, (અત્યારે) સ્વપ્નો જોવાનો સમય જ નથી. અત્યારે એ લોકો જેટલું ગર્જશે તેટલી જ ભાઈ, આપણી તન્દ્રા ભાંગશે, એ લોકો જોરથી ભાંગવા ઇચ્છશે, તેના બમણા જોરથી આપણે ઘડીશું. એ લોકો જેટલા ક્રોધથી મારશે તેટલા જ (આનન્દથી) હિલ્લોળ ઊઠશે. તમે હંમિત હારશો નહીં. જગતના પ્રભુ જાગૃત છે. એ લોકો જેટલો ધર્મ કચડશે તેટલી જ એમની ધજા ધૂળમાં લોટશે. (ગીત-પંચશતી)