શેક્‌સ્પિયર/સર્જક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સર્જક-પરિચય

સંતપ્રસાદ ભટ્ટ

Santprasad Bhatt.jpg


ભટ્ટ સંતપ્રસાદ રણછોડદાસ (જન્મ ૨૫-૨-૧૯૧૬, અવ. ૨૪-૫-૧૯૮૪) : વિવેચક. જન્મ સુરતમાં. સાર્વજનિક હાઈસ્કૂલ, સુરતમાં શાળાકેળવણી લઈ અંગ્રેજી-સંસ્કૃત વિષયોમાં મુંબઈથી અનુસ્નાતક. સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈથી અધ્યાપનનો પ્રારંભ. પછી ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ તથા એલ. ડી. આર્ટ્સ કૉલેજ અને જી. એલ. એસ. કૉલેજ, અમદાવાદમાં અધ્યાપન. ૧૯૫૬થી બી. ડી. આર્ટ્સ કૉલેજ સાથે સંલગ્ન. ૧૯૭૮માં એ જ કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત. ત્યારબાદ એ જ કૉલેજના કો-ઓર્ડિનેટર. ઉત્તમ વકતા તરીકે સમસ્ત ગુજરાતમાં ખ્યાતિ. અમદાવાદમાં અવસાન.

‘શૅકસપિયર’ (૧૯૭૦) એ એમનું શૅક્સપિયરની ચતુર્થ શતાબ્દી નિમિત્તે લખાયેલું, એમના સાહિત્ય-અધ્યયનના નિષ્કર્ષ સમું મહત્ત્વનું પુસ્તક છે.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા
(ગુજરાતી સાહિત્યકોશ : ખંડ ૨-માંથી સાભાર)