શ્રેષ્ઠ અનિરુદ્ધ/૨૨. તારો હાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૨. તારો હાથ


આ જિંદગી —
પાણી ઉપરની લીલ.
તેં હાથ બોળ્યો
ને રંગબેરંગી ત્યહીં
કો’ માછલી આવી ચડી.
શ્વેત ફિક્કી ને લીસી
શી ચામડી ચમકી રહી! —
ને ક્ષણ મહીં ઘસડાઈ ગઈ
ચંચલ તરંગો સાથ
ઊંડે —
ઘણે ઊંડે.
ને તું —
બેચેન એમાં થઈ ગઈ?
માછલી એ તો ન’તી;
ચંદ્રનાં રમતાં કિરણથી
ભૂલમાં,
ભૂલમાં જ તો —
એ તો રચાઈ ગઈ હતી ભ્રમણા.
સાચું કહું :
ભ્રમણા.
ના માનશે?
લાવ તારો હાથ
દમયંતી —