સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/કોણ જાણે? કેવું
Jump to navigation
Jump to search
કેવુંક થશે ગુજરાત — કોણ જાણે?....
આ તો ઉઘડંત રાત કે પ્રભાત — કોણ જાણે?
કંઈ પામશે કે પ્હેરવા નાગાં?
સૂવા પામશે કે છાપરું અભાગાં?
ભૂખ્યાં પામશે કે પેટપૂર ભાત — કોણ જાણે?
(કે) પછી વધશે અહીં માળ ઉપર મજલો?
પારકી જમીન પર મહેનતની ફસલો?
તીડ-વાણિયાની વધશે જીવાત — કોણ જાણે?
એ સોનેરી શમણું આંખ મારી ઝૂલે,
જાય ઊડી ઓસ સમું ન્હાની શી ય ભૂલે,
મારા શમણાની નાજુક બિછાત — કોણ જાણે?
[૧ મે, ૧૯૬૦ : ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું તે દિવસે પ્રકાશિત]