સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/ખાખી અને ભગવો
Jump to navigation
Jump to search
જુવાન છોકરાઓને ખાખી પોશાક દેખાય છે ઉમદા; પણ ખાખી સાથે સિપાઈગીરીના, રોફના ને તોરના સંસ્કારો સંકળાઈ ગયા છે. હિંદના છોકરાઓ જ્યારે સ્કાઉટનો પોશાક પહેરીને નીકળે છે ત્યારે કેટલાક ખેડૂતોને એ ટુકડીઓ લશ્કરી પલટનના જેવી ભાસે છે. આ લોકો સેવા કરવા આવ્યા છે, હુકમ કરવા નહીં, એ એમના માન્યામાં નથી આવતું. વરસો સુધી નમ્ર સેવા બજાવ્યા પછી જ સ્કાઉટકુમારો ખાખીની આસપાસના આજના સંસ્કારો ધોઈ કાઢી શકશે. આપણા ભગવા રંગમાં જેમ ત્યાગ-વૈરાગ્ય છે, તેમ નિરપેક્ષ સેવા પણ છે. પણ આજે દુનિયાને ભગવામાં સેવા દેખાય છે ખરી? ખાખી અને ગેરુઓ બન્ને રંગ આપભોગ અને સેવાના સૂચક છે. પણ આજે બંને સત્તાસૂચક થયા છે. એક પૂજાની અપેક્ષા રાખે છે, બીજો હકૂમત ચલાવે છે. [‘બાપુની છબી’ પુસ્તક]