સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ખલાસીના બાળનું હાલરડું

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ધીરા વાજો
રે મીઠા વાજો,
વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!...
બાળુડાના બાપ નથી ઘરમાં,
આથડતા એ દૂર દેશાવરમાં;...
મીઠી લે’રે મધદરિયે જાજો,
વા’લાજીના સઢની દોરી સા’જો....
બેની મારી લેર્યો સમુદરની!
હળવે હાથે હીંચોળો નાવડલી
હીંચોળે જેવી બેટાની માવડલી....