સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાનાભાઈ ભટ્ટ/આવા ભગવાન ન ચાલે
Jump to navigation
Jump to search
બાણાસુરની પુત્રી દિવસો સુધી પોતાના મહેલમાં અનિરુદ્ધ સાથે ક્રીડા કરે, એ ઉષા ઉપર ગુસ્સે થઈને બાણાસુર અનિરુદ્ધને કેદ કરે અને બાણાસુરના આ પગલા માટે ભગવાન શ્રીકૃષ્ણ પોતે બાણાસુરની સામે યુદ્ધે ચડે અને આપણે સૌ ભક્તિભાવથી શ્રીકૃષ્ણ ભગવાનનાં આવાં કૃત્યને ગાઈએ! આજના યુગમાં આપણા ધાર્મિક ભાઈબહેનોની શ્રીકૃષ્ણ તરફની આવી ભક્તિને આપણે કેવું નામ આપવું? નવા યુગના ‘ભાગવત’માં આપણા શ્રીકૃષ્ણ આવા ન હોય : હોય તો તે આપણા યુગના ભગવાન ન ગણાય. આપણી ધર્મસંસ્થાઓમાં ભક્તિભાવને નામે આવા દુરાચારો આજે પણ માફ થાય છે તે દુઃખની વાત છે. [‘સંસ્થાનું ચરિત્ર’ પુસ્તક]