સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાનાલાલ મહેતા/સાવધાન!

From Ekatra Foundation
Jump to navigation Jump to search

          [‘સૌરાષ્ટ્રની રસધાર’ની] શ્રેષ્ઠ વાર્તા છે ‘ભૂત રૂવે ભેંકાર.’ આપણી વિખ્યાત પ્રેતકથાઓના સંગ્રહ તમે આપો તો એક મોટી સિદ્ધિ ગણાશે. ‘રસધાર’ના પાંચમા ભાગમાં તમારી કલમ થોડી તાકાત ગુમાવી બેઠી હોય એવું મને લાગ્યું. ગુજરાતીના ઉપયોગમાં સાવધાન રહેવું જરૂરી છે, કારણ કે એ સહેલાઈથી માંદલા વરણાગિયાવેડામાં સરી પડે છે. આપણા પ્રેમશૌર્યસભર સાહિત્ય માટે એ વલણ જીવલેણ નીવડી શકે. [ઝવેરચંદ મેઘાણી પરના પત્રમાં: ૧૯૨૭]