સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“મારે માટે શું રહેશે?”
Jump to navigation
Jump to search
સિકંદર બાદશાહના પિતા પરાક્રમી રાજા ફિલિપ હતા. સિકંદરની નાની ઉંમરે ફિલિપે યુરોપ-એશિયાના ઘણા દેશો ઉપર ચડાઈ કરીને તેને સર કરી લીધા હતા. તેઓ વિજયવંત થઈને પાછા આવ્યા ત્યારે આખા રાજ્યમાં આનંદોત્સવ થયો, પણ દિગ્વિજયના સમાચાર સાંભળીને નાનો સિકંદર તો રાજમહેલમાં રડી પડ્યો. કોઈએ એને ઠપકો આપીને પૂછ્યું, “આમ કેમ રડે છે? તારા બાપ આખી દુનિયા જીતીને આવ્યા છે, એટલે તારે તો હરખાવું જોઈએ ને!”
પણ નાના સિકંદરે જવાબ આપ્યો: “જો મારા બાપ આખી દુનિયા જીતી જાય, તો પછી મારે માટે જીતવાનું શું રહેશે?”
ફાધર વાલેસ
[‘યૌવનવ્રત’ પુસ્તક]