સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ભા. શાહ/કાયદો અને પરિવર્તન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાયદાના નિષેધ છતાં હિન્દુઓ, જૈનો અને બૌદ્ધોમાં બે પત્નીઓ કરતા પુરુષોનું પ્રમાણ મસુલમાન પુરુષોના કરતાં વધારે છે. બે પત્ની ધરાવતા પુરુષોનું પ્રમાણ આદિવાસીઓમાં લગભગ ૧૬ ટકા, બોદ્ધોમાં ૮ ટકા, જૈનોમાં ૭ ટકા અને હિન્દુઓમાં ૬ ટકા જેટલું છે; જ્યારે મુસલમાનોમાં હિન્દુઓના કરતાં જરીક ઓછું છે. હિન્દુઓની સરખામણીમાં મુસલમાનોમાં પ્રજનનદર થોડો ઊચો છે. વળી મુસલમાનોમાં બાળમૃત્યુદર હિન્દુઓના પ્રમાણમાં થોડો નીચો છે. તેથી વસ્તીવૃદ્ધિનો કુદરતી દર મુસલમાનોમાં વધારે નોંધાય છે. હિન્દુઓને લાગુ પડતા કૌટુંબિક કાયદાઓ દેશની વસ્તીના આઠ ટકા જેટલા આદિવાસીઓને હજી પણ લાગુ પાડવામાં આવ્યા નથી. કાયદાઓ જેમ સામાજિક પરિવર્તન નિપજાવી શકતા નથી, તેમ તે સામાજિક પરિવર્તન અટકાવી પણ શકતા નથી. [‘બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો’ પુસ્તક: ૨૦૦૪]