સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વનમાળા દેસાઈ/‘બાપા’નું બિરુદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


હરિજનસેવા અને આદિવાસીઓની ઉન્નતિ ઉપરાંત એક બીજું ઉત્તમ કામ ઠક્કરબાપાએ કર્યું તે અનન્ય નિષ્ઠાવાન કાર્યકર્તા તૈયાર કરવાનું. યુવાનોને પોતાના કામમાં ખેંચી, કડક શાસન દ્વારા એમને સેવાની તાલીમ આપી, અને સાથોસાથ પુત્રવત્ પ્રેમ કરીને ‘બાપા’નું બિરુદ મેળવ્યું.