સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વી. સુખઠણકર/એવું દૃશ્ય...

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મદ્રાસમાં હું એક હોટલમાં થોડા દિવસ રહેલો. એક સાંકડા રસ્તાને છેડે તે આવેલી હતી અને રસ્તાની બેય બાજુની ફૂટપાથ પર ગરીબો પોતાની જૂજ ઘરવખરી સાથે રહેતાં હતાં. એમને જોઈને મન ઉદાસ થઈ જતું. એક સાંજે હું હોટલ પર મોડો આવ્યો. આવતાં, રસ્તા પર જોયું તો ફૂટપાથવાસી સ્ત્રીઓનું ટોળું બત્તીના એક થાંભલા આસપાસ ભેગું થયું છે; તેમની વચ્ચે એક યુવતી તમિલ ભાષાનું એક છાપું વાંચી રહી છે. ટોળામાં ઘણી તો ડોશીઓ હતી, તે ધ્યાનથી એ સાંભળતી હતી. એમના ચહેરા પર પ્રસન્નતા હતી. મને થયું: નિરાધાર ફૂટપાથવાસીઓ આ રીતે છાપું વાંચવાનો આનંદ માણતાં હોય, એવું દૃશ્ય ભારતના બીજા કોઈ ભાગમાં જોવા મળે ખરું? [‘નવનીત’ માસિક: ૧૯૭૦]